ઈંગ્લેન્ડમાં સમાજ કાર્યનો ઇતિહાસ
પ્રસ્તાવના
ઈંગ્લેન્ડમાં સમાજ કાર્યનો ઇતિહાસ માનવ કલ્યાણ, ગરીબી નિયંત્રણ અને રાજ્યની જવાબદારીના વિકાસ સાથે નિકટથી જોડાયેલો છે. સમાજ કાર્યનું મૂળ તત્વ માનવીય મૂલ્યો, નૈતિક જવાબદારી અને સામાજિક સંવેદનાથી ઉપજયું છે, પરંતુ તેનો સંસ્થાગત અને વ્યાવસાયિક વિકાસ મુખ્યત્વે ઈંગ્લેન્ડમાં થયો. 14મી સદીમાં પ્લેગ, યુદ્ધો અને આર્થિક તબાહીથી ગરીબી અને બેરોજગારી વધતા સમાજને ગરીબોને મદદ કરવાની જરૂરિયાત અનુભવાઈ. શરૂઆતમાં મઠો અને ચર્ચ માનવ સેવા આપતા, પરંતુ 16મી સદી પછી રાજ્યે આ જવાબદારી હાથ ધર્યા.
1601નું Elizabethan Poor Law આધુનિક સામાજિક કલ્યાણ સિસ્ટમનો પાયો માનવામાં આવે છે. આ કાયદાએ ગરીબોની વર્ગીકરણ, સ્થાનીક સ્તરે સહાય અને એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થા સ્થાપિત કરી. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે ગરીબી, બાળમજૂરી, શહેરી ઝૂંપડપટ્ટી અને બેરોજગારી જેવી નવી સમસ્યાઓ ઉભી થઈ, જેના પરિણામે 1834ના Poor Law Amendment Act દ્વારા Workhouse System અમલમાં આવ્યું.
1869માં Charity Organization Society (COS) ની સ્થાપનાથી વૈજ્ઞાનિક Casework ની શરૂઆત થઈ અને 20મી સદીની શરૂઆતમાં સમાજ કાર્ય શૈક્ષણિક ક્ષેત્ર રૂપે સ્થાપિત થયું. 1942ના Beveridge Report અને 1948ની વેલ્ફેર નીતિઓએ આધુનિક Welfare State ની રચના કરી. ત્યારબાદ NHS, Social Service Departments, Community Care અને Professional Registration જેવા સુધારાઓ દ્વારા સમાજ કાર્ય વ્યાવસાયિક, વૈજ્ઞાનિક અને માનવાધિકાર આધારીત વ્યવસાય બન્યું.
આ રીતે ઈંગ્લેન્ડનો સમાજ કાર્ય વિકાસ ગરીબી નિયંત્રણથી માનવ અધિકાર આધારિત કલ્યાણ રાજ્ય તરફનો ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે.
વિસ્તૃત સમજૂતી
ઈંગ્લેન્ડમાં સમાજ કાર્યનો ઇતિહાસ ગરીબી, આર્થિક પરિવર્તન, ધાર્મિક સંસ્થાઓ, ઔદ્યોગિકરણ, કલ્યાણ નીતિ અને માનવ અધિકાર આધારિત અભિગમના સતત વિકાસ સાથે જોડાયેલો છે. ઈંગ્લેન્ડ એ વિશ્વમાં સમાજ કાર્યને પ્રથમવાર વ્યવસાયિક, શૈક્ષણિક અને વૈજ્ઞાનિક ક્ષેત્ર રૂપે સ્થાપિત કર્યું. મધ્યયુગના ગરીબી નિયંત્રણથી લઈને 21મી સદીના આધુનિક કલ્યાણ રાજ્ય સુધી, અંગ્રેજી સમાજ કાર્યે માનવ કલ્યાણનો ઐતિહાસિક માર્ગ સર કર્યો.
1) મધ્યયુગથી 16મી સદી: સમાજ કાર્યની અનૌપચારિક શરૂઆત
14 મી સદીમાં યુરોપમાં “બ્લેક ડેથ” (Plague) ના કારણે લાખો લોકોના મોત થયા. પરિણામે ગરીબી, ભૂખમરો, બેરોજગારી, ઘરવિહોણાંઓ અને સમાજની અસમાનતા વધી.
આ સમયે સમાજ કાર્યનું રૂપ ધાર્મિક – ચેરિટી આધારિત સેવા હતું.
- મઠો (monasteries) ગરીબો, વૃદ્ધો, અને મુસાફરોને આશ્રય અહીં આપતા હતા.
- ચર્ચ દાનધર્મ → “Almsgiving” મુખ્ય માધ્યમ હતું.
પરંતુ 1536-1541 દરમિયાન હેનરી આઠ દ્વારા મઠોની બંધ કરાતા થતાં ગરીબોની જવાબદારી રાજ્ય પર આવી.
આ પ્રાથમિક તબક્કો “State-based Social Assistance” તરફનું પહેલું પગલું હતું.
2) 1601 – Elizabethan Poor Law: આધુનિક સમાજ કાર્યનું પાયો
1601નું Elizabethan Poor Law ઇંગ્લેન્ડના સમાજ કાર્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટક છે. આ કાયદાએ પ્રથમ વખત ગરીબોની વર્ગીકરણ, સ્થાનિક સંચાલન, અને કાનૂની જવાબદારી નિર્ધારિત કરી.
ગરીબોના ત્રણ વર્ગ
- સ્વસ્થ શરીરવાળા નિર્ધન – કામ કરવાની ક્ષમતા ધરાવતા ગરીબો, સ્વસ્થ શરીરવાળા નિર્ધનો અને ભિખારીઓને કાર્યગૃહોમાં કામ કરવા માટે અલગ રાખવામાં આવ્યા અને નાગરીકોને આદેશ આપવામાં આવ્યો કે સ્વસ્થ શરીરવાળા નિર્ધન અને ભિક્ષુકને ભિક્ષા ન આપવી. બીજા ગામોમાંથી આવેલા નિર્ધનોને તેમના મૂળ સ્થાનોએ પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી કે જેઓ જ્યાં છેલ્લા એક વર્ષથી રહેતા હોય. સ્વસ્થ શરીરવાળા ભિક્ષુકો અથવા અનાથો જે સુધારગૃહમાં કામ કરવાની ના પાડે તેમને જેલમાં નાખી તેઓને ગળામાં અને પગમાં બેડીઓ નાખવાની જોગવાઈ કરવામાં આવી.
- શક્તિહિન – વૃદ્ધ, દિવ્યાંગ, કામ કરવામાં અસમર્થ રોગીઓ અને નાની ઉંમરના બાળકોની માતાઓનો આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. જેઓની પાસે તેમનુ નિવાસસ્થાન હોય તેઓને તેમના ઘરમાં રાખીને નિર્ધન ઓવરસીયરો દ્વારા ખાવાનું, કપડાં, ઈંધણ અને અન્ય ખર્ચા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી. જેઓની પાસે ઘર ન હોય તેમને સુધારગૃહમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી.
- આશ્રિત બાળકો – અનાથ અથવા નિર્ભર બાળકો, માતા-પિતા દ્વારા ત્યજવામાં આવેલા અથવા પિતામહના બાળકોનો આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો. તેઓને એવા લોકો પાસે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી જે લોકો સરકાર પાસેથી ફક્ત તેમના ભરણ પોષણની ઓછામાં ઓછી રકમ માંગે. 8 વર્ષથી વધારે ઉંમરના થોડું ઘણું ઘર કામ કરી શકતા બાળકોને કોઈ માણસ સાથે કરાર ફી રાખવામાં આવતા જે માલિકના ઘરે ઘરેલું વ્યવસ્થા શીખતા હતા અને 24 વર્ષ સુધી માલિકના ઘરે જ રહેતા હતા. છોકરીઓને ઘરની નોકરાણીના રૂપમાં રાખવામાં આવતી અને તેઓને 21 વર્ષ સુધી અથવા લગ્ન થાય ત્યાં સુધી માલિકની સાથે માલિકના ઘરે જ રહેવું પડતું.
3) 1834 – Poor Law Amendment Act: Workhouse System નો ઉદય
ઔદ્યોગિક ક્રાંતિ પછી શહેરોમાં ગરીબી, બાળમજૂરી અને બેરોજગારી વધી.
તેથી 1834માં સરકારએ નવા કાયદા દ્વારા “Workhouse System” શરૂ કર્યો.
વર્કહાઉસની વિશેષતાઓ
- માત્ર વર્કહાઉસમાં રહેવા તૈયાર હોય તે લોકોને સહાય
- ભોજન, રહેઠાણ, આરોગ્યની સુવિધા → પરંતુ ખૂબ કઠિન શરતો
- કુટુંબોને અલગ રાખવું
- સરકારી સહાય પર જીવવું
·
4) 1869 – Charity Organization Society (COS): Casework નો જન્મ
COS એ સમાજકાર્યના વ્યવસાયિક વિકાસમાં સૌથી મોટું યોગદાન આપ્યું.
તેના દ્વારા Casework ની નીચે મુજબની પદ્ધતિઓ વિકસે છે:
COS ના મુખ્ય યોગદાન
- Case investigation (કેસ અભ્યાસ)
- Home visits (ઘર મુલાકાત)
- Social diagnosis (જરૂરિયાતનું મૂલ્યાંકન)
- Referral & coordination (મદદનું સંકલન)
- Documentation (દસ્તાવેજીકરણ)
Mary Richmond
COS દ્વારા પ્રેરિત → Mary Richmond એ “Social Diagnosis” (1917) લખીને Casework ને વૈજ્ઞાનિક બનાવી દીધું.
→ આધુનિક “વ્યક્તિ રોકાણ આધારિત સમાજ કાર્ય” અહીંથી શરૂ થાય છે.
5) 1906–1914: Liberal Reforms — Welfare State નું બીજ
સરકારે ગરીબી ઘટાડવા માટે ક્રાંતિકારી કાયદા કર્યા:
મુખ્ય સુધારાઓ
1906: શાળામાં મફત ભોજન યોજના
1908: વૃદ્ધ પેન્શન યોજના
1911: રાષ્ટ્રીય વિમો અધિનિયમ
→ ગરીબ, વૃદ્ધ, બેરોજગાર અને ખાસ જૂથોને રાજ્ય દ્વારા સુરક્ષા મળી.
→ પ્રથમ વાર રાજ્યએ “સામાજિક સુરક્ષા” સ્વીકારી.
6) 1942 – Beveridge Report: આધુનિક કલ્યાણ રાજ્યની રચના
બેવરિજ રીપોર્ટ, જેને સત્તાવાર રીતે “Social Insurance and Allied Services Report (1942)” કહેવામાં આવે છે, સર વિલિયમ બેવરિજ દ્વારા બ્રિટિશ સંસદને રજૂ કરાયેલ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. આ રીપોર્ટએ ઈંગ્લેન્ડમાં આધુનિક Welfare State રચવાની પાયાની ઈંટ મૂકેલી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન ગંભીર સામાજિક-આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું, એ સમયમાં બેવરીજએ રાજ્યે નાગરિકોની ફરજિયાત સુરક્ષા લેવાની જરૂરિયાત દર્શાવી. વિખ્યાત સમાજ નિષ્ણાંત William Beveridge એ 1942ના રિપોર્ટમાં સમાજની પાંચ સમસ્યાઓ દર્શાવી:
સામાજના પાંચ દુશ્મનો (Five Giant Evils)
બેવરિજે સમાજના વિકાસમાં અવરોધ રૂપ પાંચ મુખ્ય દુશ્મનો દર્શાવ્યા:
- Want (ગરીબી/આર્થિક અભાવ)
– નાગરિકોને ઓછું આવક અને સુરક્ષા ન હોવી. - Disease (રોગ)
– આરોગ્યસંભાળની અછત અને વધી રહેલા રોગો. - Ignorance (અજ્ઞાન)
– શિક્ષણનો અભાવ અને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓની કમી. - Squalor (અસ્વચ્છતા/ખરાબ રહેણાંક)
– અસ્વચ્છ અને Crowded રહેવાની પરિસ્થિતિ. - Idleness (બેરોજગારી)
– શ્રમબળ માટે કામની અછત અને આર્થિક અસ્થિરતા.
બેવરિજના મત મુજબ, આ પાંચ દુશ્મનો દૂર કર્યા વગર કલ્યાણ રાજ્યની કલ્પના અધૂરી રહે છે.
ઉપસંહાર
ઈંગ્લેન્ડમાં સમાજ કાર્યનો ઇતિહાસ “ગરીબી નિયંત્રણ” થી “માનવ અધિકાર આધારિત કલ્યાણ રાજ્ય” સુધીનું પરિવર્તન દર્શાવે છે. 1601ના Poor Law થી 2020ના Social Work England સુધીનો વિકાસ સમાજની જરૂરિયાતો, રાજનીતિ, આર્થિક પરિવર્તન અને માનવીય મૂલ્યો પર આધારિત છે. આ ઇતિહાસે વિશ્વના સમાજ કાર્યના સિદ્ધાંતો, પદ્ધતિઓ, તાલીમ પ્રણાલીઓ અને નૈતિક ધોરણો પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
