Protection Officer (Non-Institutional Care) ભરતી 2026 | MSW ઉમેદવારો માટે નવસારી જિલ્લામાં ઉત્તમ તક

સામાજિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક MSW (Master of Social Work) ઉમેદવારો માટે સારા સમાચાર છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી દ્વારા Protection Officer (Non-Institutional Care) ની 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. બાળ સુરક્ષા અને સમાજકાર્ય ક્ષેત્રમાં અનુભવ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીની મુખ્ય વિગતો

  • પોસ્ટનું નામ: Protection Officer (Non-Institutional Care)
  • ખાલી જગ્યા: 01
  • સંસ્થા: જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), નવસારી
  • ભરતીનો પ્રકાર: 11 માસ કરાર આધારિત
  • માસિક વેતન: ₹27,804/-
  • નોકરીનું સ્થળ: નવસારી, ગુજરાત

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચે પૈકીની કોઈપણ લાયકાત હોવી જોઈએ:

  • Master of Social Work (MSW) અથવા
  • Social Work, Sociology, Child Development, Human Rights, Public Administration, Psychology, Psychiatry, Law, Public Health અથવા Community Resource Management માં અનુસ્નાતક ડિગ્રી.

અથવા

  • સંબંધિત વિષયમાં સ્નાતક ડિગ્રી સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ (મહિલા અને બાળ વિકાસ અથવા સમાજ કલ્યાણ ક્ષેત્રમાં પ્રાધાન્ય આપવામાં આવશે.)

અન્ય જરૂરી લાયકાત

  • કમ્પ્યુટરનું જ્ઞાન (Computer Proficiency)
  • Project Formulation, Implementation, Monitoring અને Supervision નો અનુભવ હોય તો પ્રાધાન્ય.
  • સારા સંવાદ કૌશલ્ય (Good Communication Skills)

વય મર્યાદા

  • 21 થી 40 વર્ષ

અરજી કરવાની રીત

રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત અરજી ફોર્મ સાથે જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવના દાખલા તથા અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો જોડીને રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે.

ઓફીસીયલ નોટીફિકેશન- https://socialworkgujarati.com/wp-content/uploads/2026/08/જાહેરાત-જિલ્લા-બાળ-સુરક્ષા-એકમ-નવસારી.jpeg

નવી MSW, BSW, સમાજકાર્ય અને ગુજરાત સરકારની ભરતીની માહિતી માટે SocialWorkGujarati.com ની નિયમિત મુલાકાત લો અને અમારા WhatsApp તથા Telegram ગ્રુપ સાથે જોડાઓ.

અમારા વ્હોટ્સઅપ ગૃપ સાથે જોડાવો- https://chat.whatsapp.com/Ey40exp2XTb2V9k62bNVi4

2 1 મત
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top